નવી દિલ્હીઃ પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ લોકસભાની ચૂંટણી નહોતા લડયા, જોકે તેઓ રાજ્યસભામાં જાય તેવી શક્યતાઓ છે. કોંગ્રેસ મનમોહનસિંહને રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બનાવી શકે છે. ભાજપના રાજસ્થાનના પ્રમુખ મદનલાલ સૈનીનું નિધન થતા રાજ્યસભામા સાંસદની જગ્યા ખાલી પડી છે. જેને લઇને મનમોહનસિંહને હવે રાજ્યસભામા મોકલવાની કવાયત કોંગ્રેસમાં ચાલી રહી છે. મદન લાલ સૈનીને રાજ્યસભાના સાંસદ બન્યાને ૬ મહિના જ થયા હતા, તેથી આ બેઠક પર પાંચ વર્ષ સુધી મનમોહનસિંહ સાંસદ તરીકે રહી શકે તેમ છે.

