નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ તામિલનાડુમાં કથિત બેંક અને લોટરી છેતરપિંડી સાથે સંકળાયેલા બે અલગ-અલગ મની લોન્ડરિંગ કેસોમાં રૂ. 400 કરોડથી વધુની સંપત્તિ ટાંચમાં લીધી છે. પ્રથમ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું છે કે ઈન્ડિયન બેંક સાથે છેતરપિંડી આચરનાર આરોપી ચેન્નઇની સરવાના સ્ટોર્સ (ગોલ્ડ પેલેસ)ની 234.75 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવાઇ છે. એજન્સીએ આરોપ મૂક્યો છે કે સ્વ. પલ્લકુદુરઈ, પી. સુજાતા અને વાય.પી. શિરવન, સરવાના સ્ટોર્સ (ગોલ્ડ પેલેસ)ના ભાગીદારે અજ્ઞાત સરકારી કર્મચારીઓ અને અન્ય લોકો સાથે મળીને બેંક સાથે છેતરપિંડીનું કાવતરું ઘડ્યું હતું. બીજા એક કેસમાં ઈડીએ સેન્ટિયાગો માર્ટિનની 173.48 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. જેને તમિલનાડુમાં લોટરી કિંગ તરીકે ઓળખવામાં આવે છે.

