મનુષ્ય દ્વારા સૌથી ઝડપે ગુણાકારનો વિશ્વવિક્રમ શકુંતલા દેવીના નામે

Wednesday 05th August 2020 07:40 EDT
 
 

નવી દિલ્હી: ભારતીય ગણિતજ્ઞ શકુંતલા દેવી ફરી એક વખત વિશ્વતખતે છવાઇ ગયા છે. શકુંતલા દેવીએ ચાર દાયકા પહેલા સૌથી ઝડપી ગણતરી કરી ગિનેસ રેકોર્ડ સ્થાપ્યો હતો, પરંતુ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા હવે તેમને સૌથી ઝડપી માનવી ગણતરી કરનારનો એવોર્ડ એનાયત કરવામા આવ્યો છે. લાંબા સમયથી આ એવોર્ડ તેમને અપાયો નહોતો.
શકુંતલા દેવીએ ૧૮ જૂન ૧૯૮૦ના રોજ લંડનની ઇમ્પિરીયલ કોલેજ ખાતે અડસટ્ટે પસંદ કરેલા ૧૩ આંકડાનો ગુણાકાર માત્ર ૨૮ સેકંડમાં જ કરી દીધો હતો.
શકુંતલા દેવીનાં પુત્રી અનુપમા બેનર્જીએ આ સર્ટિફિકેટ સ્વીકાર્યું હતું. ‘હું જ્યાં પણ જતી લોકોએ એમ જ કહેતા શું રેકોર્ડ કર્યો હતો? આમ મને જાણ થઇ કે એ રેકોર્ડ ખરેખર જબરજસ્ત હતો. આખા વિશ્વમાં એ એક મોટી સિદ્ધિ હતી.’
અનુપમા કહે છે કે ‘મને યાદ છે કે લંડનમાં કોવેન્ટ્રી રોડ પર એક મનોરંજન ક્ષેત્ર ટ્રોકાડેરો સેન્ટર છે. ત્યાં એક રૂમમાં મારી માતાનો ફોટો છે’ એમ બેનર્જીએ કહ્યું હતું. એમેઝોન પ્રાઇમ વીડિયો પર શકુંતલા દેવીની વાર્તા પર આધારિત હિન્દી ફિલ્મ 'શકુંતલા દેવી'ની રજૂઆતના એક દિવસ પછી આ એવોર્ડ અપાયો હતો.
અનુ મેનન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં વિદ્યા બાલન શકુંતલા દેવીની ભૂમિકા ભજવે છે. બાલન એટલા માટે ખુશ હતી કે હવે તેની પાસે યાદોને વાગોળવા સર્ટિફિકેટ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter