મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં ‘ચારM’થી ભાજપને નાથ્યો

Wednesday 05th May 2021 01:09 EDT
 
 

કોલકતાઃ પશ્ચિમ બંગાળની રસાકસીભરી ચૂંટણીમાં મમતાએ કયા મત ઉપર આધાર રાખ્યો હતો એનું વિશ્લેષણ કરવું જરૂરી છે.
તૃણમૂલ કોંગ્રેસ મમતા બેનરજી, મહિલા અને મુસ્લિમ મતો ઉપર આધાર રાખ્યો હતો. મતુઆ જાતિના લોકોએ ભાજપના વાયદાને બદલે મમતા પર ભરોસો કર્યો.
બીજું ફેકટર મુસ્લિમ મતોનું છે. મુસ્લિમો છેલ્લી બે ચૂંટણીથી મમતાની સાથે છે. તેમને લલચાવવા માટે કોંગ્રેસ અને ડાબેરીઓએ આઇએસએફ જેવા કટ્ટરવાદી પક્ષ સાથે ગઠબંધન કર્યું. આશા હતી કે આ મુસ્લિમ પક્ષ સાથે જોડાણ કરવાથી મુસ્લિમો મતદારો સાથ આપશે. જોકે પશ્ચિમ બંગાળના મુસ્લિમ મતદારોએ આઇએસએફ જેવા કટ્ટરવાદી સંગઠનને નકારી દીધું. ઔવેસીની એઆઈએમઆઈએમ પાર્ટીને પણ નકારી દીધી છે. એમાં વળી મમતા બેનરજીને મહિલાઓની સહાનુભૂતિ પણ મળી ગઈ. મહિલાઓના મત ઉપરાંત અને મમતાનો પોતાનો જાદુ પણ કામ કરી ગયો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter