મુંબઈઃ કોંગ્રેસના ભૂતપૂર્વ વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલે આખરે વિધાનસભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે. મુંબઈમાં તેમના નિવાસસ્થાને કોંગ્રેસના નારાજ વિધાનસભ્યોની બેઠક યોજાઈ હતી. એમાં આ નિર્ણય લેવાયો હતો. લોકસભાની ચૂંટણીના પરિણામ પછી તેમણે વિપક્ષી નેતાપદેથી રાજીનામું આપી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી રાધાકૃષ્ણ વિખે પાટિલ ભાજપમાં જશે એવી ચર્ચા થઈ રહી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમની વધતી મિત્રતાથી એવો અંદાજ વ્યક્ત થાય છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સનું જોડાણ નહીં
નેશનલ કોન્ફરન્સે જમ્મુ કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. નેશનલ કોન્ફરન્સનું કોંગ્રેસ સાથે પહેલેથી જોડાણ હતું. જોકે તેણે યુતિ તોડવાની જાહેરાત કરી છે. આ સાથે જ બંને પક્ષો એકબીજા ઉપર આરોપ-પ્રત્યારોપ લગાવવા માંડ્યા છે.