સિંધુદુર્ગઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા નારાયણ રાણેએ ૨૧મી સપ્ટેમ્બરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. એટલું જ નહીં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી વિધાનસભ્યપદેથી પણ રાજીનામું આપ્યું હતું. તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પાંચ કે છ ઓક્ટોબરે પ્રધાનમંડળનું વિસ્તરણ કરવાના છે તે પહેલાં નારાયણ રાણે ભાજપમાં જોડાઈ જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.