મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન દેશમુખની ધરપકડ

Friday 05th November 2021 04:55 EDT
 
 

મુંબઇઃ હવાલાના આરોપોમાં ફસાયેલા અને લાંબા સમયથી છુપાતા ફરતા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની ૧૨ કલાકથી વધુ પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ સોમવારે અડધી રાતે ધરપકડ કરી હતી. અનિલ દેશમુખને કોર્ટમાં રજૂ કરાતા પીએમએલએ કોર્ટે તારીખ છ નવેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા છે.
આ પહેલાં દેશમુખના વકીલ ઇંદ્રપાલસિંહએ કહ્યું હતું કે, ‘અમે આ મામલે તપાસમાં સહયોગ કર્યો છે. કોર્ટમાં તેમના રિમાન્ડનો વિરોધ કરીશું.’
જોકે કોર્ટે ઈડીને અનિલ દેશમુખની કસ્ટડી આપી હતી દેશમુખની અરજીને માન્ય રાખીને તેમને કસ્ટડીમાં ઘરનું ભોજન અને દવા આપવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે દેશમુખ પર પોલીસ અધિકારી થકી દર મહિને ૧૦૦ કરોડ રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી બોમ્બે હાઈ કોર્ટે તેમના વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter