મુંબઈઃ કટ્ટરવાદી વિચારસરણી માટે જાણીતા મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીના પક્ષ AIMIMને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણી લડવા માટે AIMIM પ્રતિબંધ ફરમાવાયો છે. ગયા વર્ષે રાજ્યમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં ભાગ લઇ ચુકેલ પાર્ટીની માન્યતા એટલા માટે રદ્દ કરાઇ છે કેમ કે તેમના તરફથી જરૂરી દસ્તાવેજ જમા કરાવાયા નહોતા. આ અંગે રાજ્ય ચૂંટણી પંચ તરફથી કહેવાયું છે કે પક્ષને ઘણી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ અંગે તેમણે કોઇ પણ ગંભીરતા દેખાડી ન હતી.
AIMIM ઓવૈસીના પક્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન્સ અથવા ઓડિટ રિપોર્ટ જમા કરાવ્યા ન હતા. AIMIMના તરફથી કહેવામાં આવ્યું કે, તેમને છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન સહિત તમામ જરૂરી દસ્તાવેજ જમા કરાવ્યા છે. AIMIMના એક નેતાએ જણાવ્યું કે, અમને આ અંગે કોઇ પણ જાણકારી અગાઉથી અપાઇ નથી. અમે ચૂંટણી પંચના નિર્ણયથી હેરાન છીએ. આની પાછળ કોઇ રાજકીય દબાણ જવાબદાર હોવાનું અમને લાગે છે.