મહારાષ્ટ્રમાં ફડણવીસ ગૃહમંત્રી બન્યા, ‘નાણાં’ પણ સંભાળશે

Friday 19th August 2022 06:58 EDT
 
 

મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રવિવારે તેમના મંત્રીઓને વિભાગોની વહેંચણી કરી દીધી. શિંદેએ ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મહત્ત્વપૂર્ણ ગૃહ મંત્રાલય સોંપ્યો હતો. ફડણવીસ નાણા અને યોજના, કાયદા-ન્યાય, જળ-સંસાધન, ઊર્જા અને પ્રોટોકોલ વિભાગ પણ સંભાળશે.
મુખ્યમંત્રી બનવાના 41 દિવસ પછી 9 ઓગસ્ટે 18 મંત્રીઓને સામેલ કરી બે સભ્યોના મંત્રીમંડળનું વિસ્તરણ કરનારા શિંદેએ શહેરી વિકાસ વિભાગ સહિત 11 વિભાગો પોતાની પાસે રાખ્યા છે. તેમાં સામાન્ય પ્રશાસન, પીડબ્લ્યૂડી, માહિતી તથા જનસંપર્ક, ટ્રાન્સપોર્ટ, માર્કેટિંગ, સામાજિક ન્યાય, આપદા મેનેજમેન્ટ, રાહત તથા પુર્નવાસ, જમીન તથા જળ સંરક્ષણ, પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ અને લઘુમતી વિભાગ સામેલ છે.
મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું કે ભાજપના ક્વોટાના મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટિલ નવા રાજસ્વ મંત્રી રહેશે. સુધીર મુનગંટીવારને વન મંત્રી બનાવાયા છે જે તેમણે પહેલા પણ સંભાળ્યું હતું. પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી પદ સંભાળશે. તે સંસદીય બાબતો પણ સંભાળશે. જોકે દીપક કેસરકર સ્કૂલ શિક્ષણ મંત્રી બન્યા છે. અબ્દુલ સત્તાને કૃષિ વિભાગ સોંપાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter