મહારાષ્ટ્રમાં શિંદે સરકારનું વિસ્તરણ, 18 નવા મંત્રી સામેલ કરાયા

શિંદે કેબિનેટના 70 ટકા મંત્રી સામે ક્રિમિનલ કેસો, બધા મંત્રી કરોડપતિ

Wednesday 10th August 2022 06:05 EDT
 
 

મુંબઇ

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યાના 39 દિવસ પછી મંત્રીમંડળની રચના કરાઇ છે. 50-50ની ફોર્મ્યુલા પર શિંદેના શિવસેના જૂથ અને ભાજપના 9-9 ધારાસભ્યને મંત્રીપદ અપાયું છે. શિંદેની નવી ટીમમાં તમામ મંત્રીઓ કરોડપતિ છે જ્યારે 70 ટકા મંત્રીઓ સામે ક્રિમિનલ કેસ ચાલી રહ્યાં છે. શિંદે કેબિનેટમાં સૌથી અમીર મંત્રી ભાજપના ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢા છે જેમની સંપત્તિ રૂપિયા 441 કરોડ કરતાં વધુ છે. રૂપિયા બે કરોડની સૌથી ઓછી સંપત્તિ સંદીપન ભુમરે પાસે છે. કેબિનેટના 12 મંત્રીઓ સામે ક્રિમિનલ કેસ ચાલી રહ્યાં છે. ખુદ મુખ્યમંત્રી એકનાથ શિંદે સામે 18 અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સામે 4 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. નવી કેબિનેટમાં એક મંત્રી 10 પાસ અને પાંચ મંત્રી ધોરણ 12 પાસ છે. એક ઇજનેર, 7 ગ્રેજ્યુએટ અને એક પીએચડીની ડિગ્રી ધરાવે છે. ભાજપના ધારાસભ્ય સુરેશ ખાડે સૌથી વધુ ભણેલા મંત્રી છે. સીએમ એકનાથ શિંદે ધોરણ 10 પાસ છે જ્યારે ફડણવીસ સ્નાતકની ડિગ્રી ધરાવે છે.

એકનાથ શિંદે કેબિનેટ

-     રાધાકૃષ્ણ વિખે પાટિલ – ભાજપ

-     સુધીર મુનગંટીવાર – ભાજપ

-     ચંદ્રકાન્ત પાટીલ – ભાજપ

-     વિજયકુમાર ગાવિત – ભાજપ

-     ગિરિશ મહાજન – ભાજપ

-     સુરેશ ખાડે – ભાજપ

-     રવિન્દ્ર ચૌહાણ – ભાજપ

-     મંગલપ્રભાત લોઢા - ભાજપ

-     અતુલ સાવે – ભાજપ

-     ગુલાબરાવ પાટીલ – શિંદે જૂથ

-     દાદા ભુસે – શિંદે જૂથ

-     સંજય રાઠોડ – શિંદે જૂથ

-     સંદીપાન ભુમરે – શિંદે જૂથ

-     ઉદય સામંત – શિંદે જૂથ

-     તાનાજી સાવંત – શિંદે જૂથ

-     અબ્દુલ સત્તાર – શિંદે જૂથ

-     દીપક કેસરકર – શિંદે જૂથ

-     શંભુરાજ દેસાઇ – શિંદે જૂથ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter