મહિલા શિક્ષિકાએ પુત્રીને પ્રેમ કરનારા ૭મા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરી નાંખી

Friday 12th February 2016 01:45 EST
 

રાંચીઃ સેફાયર ઇન્ટરનેશનલ સ્કૂલની હિન્દીની શિક્ષિકા નેઝમા ખાતુનની ૧૦મી ફેબ્રુઆરીએ હત્યાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. પોતાની ૧૧ વર્ષની પુત્રીને પ્રેમ કરનારા સાતમા ધોરણના વિદ્યાર્થી વિનય મહતોની નેઝમાએ પાંચમી ફેબ્રુઆરીએ હત્યા કરી હતી. તેને આ કિશોર પસંદ ન હતો. નેઝમા પોતાના પતિ અને બે સંતાનો સાથે રહેતી હતી તે શિક્ષકોના ક્વાર્ટર્સ પાસેથી એક શિક્ષકને વિનયની લાશ મળી હતી અને તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ ઘટના વિશે જણાવ્યું હતું કે, ઘટના સ્થળેથી વૈજ્ઞાનિક શોધખોળ બાદ મળેલા પુરાવા સાથે ૧૦મી ફેબ્રુઆરીએ નેઝમા, તેના પતિ અને પુત્રી સહિતનાં બે સંતાનોની ધરપકડ કરાઈ છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજના અહેવાલ મુજબ પાંચમી ફેબ્રુઆરીની રાત્રે વિનય એક વાગ્યે પોતાની હોસ્ટેલમાંથી શિક્ષકોનાં ક્વાર્ટર તરફ જતો જોવા મળ્યો હતો, નજરે જોનારાં લોકોએ તેને ખુશમિજાજ જોયો હતો. તે આ પહેલાં પણ અનેક વખત આ રીતે ગયો હોવાના અહેવાલ મળ્યા હતા.

તપાસમાં જણાયું કે, નેઝમા વિનયની રાહ જોઈ રહી હતી. વિનય આવ્યા બાદ તેને મારી મારીને અધમૂઓ કરી નાંખવામાં આવ્યો હતો. ડ્રીલથી તેના માથામાં કાણું પાડ્યું હતું અને પહેલે માળેથી નીચે ફેંકી દેવાયો હતો. પોલીસની તપાસ પછી આ વાત જાણીને વિનયના માતા-પિતાને પણ આઘાત લાગ્યો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter