નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રિ પર્વે કોઇમ્બતૂર ખાતે ૧૧૨ ફૂટ ઊંચી શિવ પ્રતિમાનું અનાવરણ કર્યું. તે સાંજે જ શિલ્પી તિવારી નામની મહિલાએ મોદીને ટ્વિટ કરીને કહ્યું કે, ‘મને તમારો શિવ સ્ટોલ (ખેસ) જોઇએ.’ મોદીએ કોઇમ્બતૂર ખાતે પૂજા કરતી વખતે મોરપીંછ રંગનો ખેસ ધારણ કર્યો હતો.
શિલ્પીએ ટ્વિટ કર્યાના ૨૧ જ કલાકમાં શિલ્પીને ખેસ પહોંચી ગયો. મોદીએ શિલ્પાને સ્ટોલ મોકલાવાની સાથે સાથે તેની ટ્વિટની પ્રિન્ટ કઢાવીને પોતાના હસ્તાક્ષર કરીને પરત મોકલી હતી. શિલ્પાએ આ હકીકત પણ સોશિયલ મીડિયા પર શેર કરી.
શિલ્પાએ ટ્વિટ કરીને કહ્યું કે, આધુનિક ભારતના કર્મયોગીના આશીર્વાદ પ્રાપ્ત કરીને ખુશ છું. મેં એક દિવસ પહેલાં તેમને ટ્વિટ કરીને તેમણે પહેરેલો સ્ટોલ માગ્યો હતો અને બીજા દિવસે તેમણે મને મોકલાવી દીધો. હું હજી પણ આ બાબતે વાસ્તવિક માની શકતી નથી. તમે વિચારી શકો છો કે, તમારા વડા પ્રધાન તમારી વાત સાંભળે છે.
સોશિલય મીડિયા પર એક વ્યક્તિએ લખ્યું હતું, શિલ્પા તમે લકી છો. અમને ઈર્ષા કરાવવા બદલ તમારો આભાર. બીજી તરફ એક વ્યક્તિએ લખ્યું હતું કે, પીએમને સલામ કરું છું.