માના શબ્દો ધૈર્ય પૂજારાને વતન ખેંચી લાવ્યા

Friday 15th September 2017 06:58 EDT
 
 

નવી દિલ્હીઃ દેશ અને દેશનાં લોકો માટે વિચારવાનો સમય કોની પાસે છે? પરંતુ એક એવા માણસ પણ છે જેનામાં દેશપ્રેમ જાગ્યો અને તે કરોડોની નોકરી છોડીને સ્વદેશ પરત આવી ગયા. ૨૯ વર્ષના ધૈર્ય પૂજારાની વાત છે. પૂજારાના માના અમુક શબ્દોએ તેમને ભારત આવવા મજબૂર કરી દીધા. ખરેખર પૂજારાએ વર્ષ ૨૦૧૩માં આદિત્ય બ્રહ્મભટ્ટ સાથે મળી વાયસેન્ટર નામની કંપની શરૂ કરી જેના બાદ તેમણે વી સર્વ નામે એક પ્રોગ્રામની શરૂઆત કરી કેન્યા અને મોઝામ્બિક જેવી આફ્રિકી કંપનીઓ સાથે કામ કરવાની શરૂઆત કરી. વી સર્વની મદદથી પૂજારા બિઝેસન, પર્સનલ ગ્રુમિંગ, સામાજિક અને કમ્યુનિકેશન સંબંધિત મુદ્દાઓને લઈને લોકોની મુશ્કેલીઓનો નિકાલ કરીને તેમને શિક્ષિત કરવાનું કામ કરતા હતા.

એક દિવસ ફોન વાત કરતી વખતે પૂજારાની માએ તેમને કહ્યું કે તમે તમારી માતૃભૂમિ માટે શું કરી રહ્યા છો એટલે ભારત માટે શું કરી રહ્યા છો માના પ્રશ્નએ તેમને વિચારવા માટે મજબૂર કરી દીધા. એ પછી પૂજારા દેશ પરત ફર્યા અને દેશમાં જરૂરિયાતમંદો માટે કમ્યુનિકેશન અને પર્સનાલિટી ડેવલમેન્ટના ક્લાસ શરૂ કરી દીધા. તેમને અમેરિકાની બેસ્ટ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમો વિશે માહિતગાર કર્યા. પૂજારા ગુજરાતના વતની છે. પૂજારાના નવા ઓફિસનું નામ બીકેસી છે. પૂજારા માને છે કે પરંપરાગત શિક્ષણથી વધારે જરૂરી છે કે કોઈ વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ કરવામાં આવે જેનાથી તેને પોતાના વિશે નિર્ણય કરતાં પહેલા વધારે વિચારવું ના પડે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter