મારા ઘરના દરવાજા બધા માટે ખુલ્લાઃ રાહુલ

Friday 14th June 2019 05:27 EDT
 
 

વાયનાડઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાતમી જૂને મતદાતાઓનો આભાર માનવા માટે પહેલી વાર પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડ આવ્યા હતા. અહીં રાહુલ લોકોને મળ્યા હતા. રાહુલે કહ્યું કે તમે કઈ પાર્ટીમાં છો તે વાતથી કોઈ ફર્ક પડતો નથી. તમે મને જે ટેકો આપ્યો છે તે અદ્વિતીય છે. વાયનાડના દરેક વ્યક્તિ માટે મારા ઘરના દરવાજા ખુલ્લા છે. જીત બાદ રાહુલની આ પહેલી મુલાકાત હતી.
રાહુલે મલ્લાપુરમમાં રોડ શો કર્યા બાદ એક જનસભાને સંબોધિત કરી હતી. રાહુલે કહ્યું કે હું કેરળનો સાંસદ છું. એટલે મારી જવાબદારી છે કે ફક્ત વાયનાડ જ નહીં પરંતુ કેરળના નાગરિકોનો મુદ્દો પણ ઉઠાવું. વાયનાડના લોકોનો અવાજ સાંભળું અને તેમનો અવાજ બનવું મારી ફરજ છે. તમારા બધાના પ્રેમ અને સ્નેહ બદલ ધન્યવાદ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter