મુંબઈઃ વિજય માલ્યા તો શરૂઆત છે નવા ફોરેન એકસ્ચેન્જના કાયદા હેઠળ નીરવ મોદી અને મેહુલ ચોકસીને પણ ભારત પાછા લવીશું એવો દાવો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ હાઇ કોર્ટમાં કર્યો હતો. વિજય માલ્યાએ કહ્યું હતું કે, તેણે બેંકોને જે નાણાં ચૂકવવાના છે તેનાથી વધુ કિંમત ધરાવતી સંપત્તિ ઈડીએ જપ્ત કરી છે. હું જાતે પણ બેંકોના નાણા પાછા આપવા તૈયાર છું, પણ મારા બધા જ એકાઉન્ટસ, બધી જ સંપત્તિ ઈડીએ જપ્ત કરી લેતાં હું ચોંકી ઊઠયો છું. એથી મારી પણ અરજી આપ ધ્યાનમાં લો એવી રજૂઆત હાઇ કોર્ટમાં કરી છે.