એજવાલ: લુંગલેઈ જિલ્લામાં મંગળવારે એક બસ ૫૦૦ મીટર ઊંડી ખીણમાં પડી ગઇ. અકસ્માતમાં ૧૧ લોકો માર્યા ગયા હતા, તેમાં ૬ મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટનામાં લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ એક પ્રાઇવેટ બસ હતી. મંગળવારે સવારના સમયે પેંગવાલ ગામની પાસે આ અકસ્માત થયો હતો. જાણવા મળ્યા પ્રમાણે બસનો ડ્રાઈવર સૂઇ રહ્યો હતો અને હેલ્પર બસ ચલાવી રહ્યો હતો.
સ્થળે નવનાં મોત
બસ રાજધાની એજવાલથી દૂર દક્ષિણમાં આવેલા સિઆહા જિલ્લા તરફ જઇ રહી હતી. ત્યારે અકસ્માત થતાં ૯ લોકોનું સ્થળ પર જ મોત થઇ ગયું હતું. ઘાયલોને સરછિપ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
મોટાભાગના સિઆહાવાસી
પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતકોમાં મોટાભાગના સિઆહા જિલ્લાના રહેવાસી છે. તેમના શબ પોસ્ટમોર્ટમ પછી પરિજનોને સોંપાયા છે. ઘાયલોનો ઇલાજ પેંગવાલ પ્રાથમિક ચિકિત્સા કેન્દ્ર અને હાથહિઆલ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં થઈ રહ્યો છે.