નવી દિલ્હીઃ રાહુલ ગાંધીના અધ્યક્ષ પદ છોડ્યા બાદ કોંગ્રેસમાં રાજીનામાનો સિલસિલો યતાવત રહ્યો છે. રવિવારે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવરા અને કોંગ્રેસના જનરલ સેક્રેટરી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિલિંદ દેવરાએ કહ્યું કે તેઓ હવે પાર્ટીમાં સ્થિરતા લાવવા માટે રાષ્ટ્રીય સ્તરે જવાબદારી સંભાળવા માટે તૈયાર છે. દેવરાને લોકસભા ચૂંટણી પહેલા જ મુંબઈ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમને દક્ષિણ મુંબઈથી લોકસભા ચૂંટણી લડી હતી.