મુંબઇઃ બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી)માં 2017માં 227 કોર્પોરેટરમાંથી અંદાજે 23 ગુજરાતી-મારવાડી નગરસેવકો હતા. જોકે આ વખતની ચૂંટણીમાં ફક્ત ભાજપે ગુજરાતી બહુમતી વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 14 ઉમેદવારો જીત્યા હોવાના અહેવાલ છે.
ભાજપ અને શિંદે શિવસેનાના જે ઉમેદવારો જીત્યા છે એમાં વોર્ડ નંબર-10માંથી જિતેન્દ્ર અંબાલાલ પટેલ, વોર્ડ નંબર-15માંથી જિજ્ઞાસા શાહ, વોર્ડ નંબર-21માંથી લીના પટેલ દહેરેકર, વોર્ડ નંબર-22માંથી હિમાંશુ પારેખ, વોર્ડ નંબર-30માંથી ધવલ વોરા, વોર્ડ નંબર-55માંથી હર્ષ પટેલ, વોર્ડ નંબર-97માંથી હેતલ ગાલા, વોર્ડ નંબર-103માંથી ડો. હેતલ ગાલા મોરવેકર, વોર્ડ નંબર-107માંથી ડો. નીલ સોમૈયા, વોર્ડ નંબર-130માંથી ધર્મેશ ગિરિ, વોર્ડ નંબર-177માંથી કલ્પેશા કોઠારી, વોર્ડ નંબર-217માંથી ગૌરાંગ ઝવેરી, વોર્ડ નંબર-221માંથી આકાશ પુરોહિત અને વોર્ડ નંબર-222માંથી રીટા મકવાણાનો સમાવેશ થાય છે.


