મુંબઈઃ સેન્ટ્રલબ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) પાંખ દ્વારા ૨૨મી સપ્ટેમ્બરે ચર્ચગેટમાં આવેલા આયકર ભવનમાં કાર્યરત ઈન્કમ ટેક્સ વિભાગના ડેપ્યુટી કમિશનર જયપાલ સ્વામી અને તેના બે સાગરીતની રૂ. ૩ કરોડની લાંચના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જયપાલ સિવાય લાંચ સ્વીકારવા માટે ખાનગી વ્યક્તિઓ કમલેશ શાહ અને પ્રથમેશ મસડેકરની પણ ધરપકડ કરાઈ હતી. સીબીઆઈ એસીબી દ્વારા સંભવિત રીતે આટલા મોટા લાંચના પ્રમાણમાં પહેલી વાર આટલા મોટા અધિકારીની ધરપકડ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

