મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પડી રહેલા વરસાદના કારણે અફરા તફડીનો માહોલ છે. મુંબઈમાં વરસાદના કારણે લોકલ ટ્રેન પર બ્રેક લાગી છે. ટ્રેક પર ઘણી નવી ટ્રેનો લેટ ચાલી રહી છે તો ઘણી ટ્રેનો કેન્સલ કરી દેવાઈ છે. માત્ર રેલ સેવા જ નહીં વિમાની સેવા પણ પ્રભાવિત થઈ છે. અમુક ફ્લાઈટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે, જ્યારે ઘણા વિમાન લેટ ચાલી રહ્યા છે. ખરાબ હવામાન કારણે ઘણી એરલાઈન્સે પોતાની ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. રનવે પર પાણી ભરાઈ જવાના કારણે વિમાનોનું લેન્ડિંગમાં પણ મુશ્કેલી પડે છે.
મુંબઈમાં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી જાહેર કરી છે. જુહૂ બીચ પર દરિયાના મોજાઓથી દૂર રહેવાની લોકોને સલાહ આપી છે, જુહૂ બીચ સેલાણીઓ અને મુંબઈ વાસીઓથી ભરેલો રહે છે, જે હાલ સૂનસાન નજરે પડી રહ્યો છે. માછીમારોને પણ સમુદ્રથી દૂર રહેવાની સલાહ આપી છે.
મુંબઈમાં રેલ્વેની સાથે રસ્તાઓના હાલ પણ બેહાલ છે. શહેરના રસ્તાઓ હાલ દરિયામાં ફેરવાઈ ગયા છે. રસ્તાઓ ઉપર છલોછલ પાણી ભરાયેલું છે, જેથી રસ્તાઓ ઉપર પડેલા ભૂવા અને ખાડાઓ અનેક નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે. રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહ્યો છે.
બઈના નાલાસોપારા વિસ્તારમાં કમરથી ઉપર સુધીના પાણી ભરાઈ ગયા છે. આટલા પાણીમાં લોકો પોતાનો જીવ જોખમમાં નાંખી પોતાના કામ આટોપી રહ્યા છે. મુંબઈમાં રસ્તા પર કમર સુધી પાણી ભરાઈ જવાના કારણે લોકો ચાલીને જવા માટે મજબૂર બન્યા છે.
વરસાદના કારણે મુંબઈ-અમદાવાદ શતાબ્દી રોકી
ગઈ છે.