મુંબઈઃ મુંબઈના લોઅર પરેલમાં આવેલા કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ૩૦મી ડિસેમ્બરે મોડી રાતે ભીષણ આગ લાગતાં અત્યાર ૧૪ લોકોનાં તુરંત જ મોત થયાં હતાં. અનેક લોકો ઘાયલોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હાલ સુધીમાં મૃતકોનો આંક વધ્યો હોવાના અહેવાલ છે. કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ (KEM)એ ૧૪ લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી. આગના કારણે લંડન ટેક્સીનું ટેરસ લગભગ સંપૂર્ણ પણે નષ્ટ થઈ ગયું છે. આગના કારણે કમ્પાઉન્ડમાં આવેલા મોજો બ્રિસ્ટો રેસ્ટોરાનો ટેરેસ ફ્લોર ખાખ થઈ ગયો છે. મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તમામના મોત ગૂંગળાઈ જવાના કારણે થયા છે. પોલીસે હાલ આ અગ્નિકાંડમાં બિન ઈરાદાપૂર્વક હત્યાનો ગુનો નોંધીની તપાસ હાથ ધરી છે. પોલીસે રેસ્ટોરાના માલિક કે. સંઘવી, જી.સંઘવી અને અભિજીત મંકર વિરુદ્ધ મામલો નોંધ્યો છે. આ અકસ્માતમાં કેટલાક બચી જવા પણ પામ્યાં હતાં.
ભાગ્યશાળી રહેલા એક ગાયનેકલોજિસ્ટ ડો. સુલભ કેજી અરોરાએ આ ઘટના અંગે ટ્વિટ પણ કર્યાં હતાં. જેમાં તેમણે જણાવ્યું કે તેમને કોઈ ચમત્કારે જ આગમાંથી બચાવ્યાં.
આ આગ લાગતાં બીએમસીમાં સત્તાધારી શિવસેના અને ભાજપ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ લગાવવાના શરૂ થઈ ગયા હતા. દરમિયાન બીએમસીએ તેના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં છે.
મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા અગ્રણીઓ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદઃ રાષ્ટ્રપતિએ આગની ઘટનાને દુઃખદ ગણાવી હતી અને આગમાં મૃત્યુ પામેલાના પરિવારજનોને દિલાસો પાઠવ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી: નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, મુંબઇમાં લાગેલી આગની વિપરીત અસરથી ખરેખર દુઃખ થયું છે. આ સમયે પીડિત પરિવારો સાથે મારી સંવેદનાઓ છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી: ઘટના પર મરાઠી ભાષામાં રાહુલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. પીડિતોના પરિવારોની મુશ્કેલીઓમાં હું તેમની સાથે છું.