મુંબઈ: અનેકવિધ આરોપોનો સામનો કરી રહેલા મુંબઈના ચર્ચાસ્પદ પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહ કેટલાક દિવસથી લાપતા હોવાથી તંત્ર દોડતું થઇ ગયું છે.
પરમબીરસિંહ તેમના નિવાસસ્થાને હાજર ન હોવાથી ક્રાઈમ બ્રાન્ચ તેમને જામીનપાત્ર વોરંટની બજવણી કરવામાં નિષ્ફળ રહી હતી. આના એક સપ્તાહ પછી મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વલસે પાટિલે જણાવ્યું હતું કે વિવિધ ગંભીર અપરાધોમાં સંડોવાયેલા શહેરના આ પૂર્વ પોલીસ કમીશનરને શોધી કાઢવા સરકારે મોટું અભિયાન હાથ ધર્યું છે.
કેટલાક વર્તુળોમાં થઈ રહેલી ચર્ચા મુજબ પરમબીરસિંહ લંડન જતા રહ્યા છે કે રશિયા જઈ રહ્યા છે. પરમબીરસિંહે ભૂતકાળમાં રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ આક્ષેપ કરતો પત્ર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પાઠવ્યો હતો અને ચાંદીવાલ પંચ તે આક્ષેપોના સંદર્ભમાં તપાસ કરી રહ્યું છે.