મુંબઈઃ મુંબઈમાં મેઘરાજાની પ્રિ મોન્સૂન એક્ટિવિટીના કારણે બીજી જૂને રાત્રે પડેલા ધોધમાર વરસાદ બાદ સોમવારે ફરી એકવાર વરસાદની ધમાકેદાર ઇનિંગ શરૂ થઈ હતી. છેલ્લા ૭૨ કલાકમાં આ વરસાદે ૧૩ લોકોના ભોગ લીધો છે. બોરીવલીમાં આવેલી ઇમ્મેક્યુલેટ કન્સેપ્શન કોલોનીમાં રહેતા એક પરિવારના ચાર સભ્યો ઉપરાંત એક પડોશી રવિવારે રત્નાગીરી પિકનિક પર ગયા હતા. પ્રખ્યાત ગણપતિપુળે જઈ રહ્યા હતા ત્યારે નજીકમાં આવેલા દેવરૂખ પાસેના આરે-વારે બીચ પર ગયેલા પાંચ વ્યક્તિ તણાયા હતા. હવામાન ખાતાની ચેતવણીને અવગણી પાંચેય પાણીમાં ગયા હતા.
હવામાન ખાતાએ જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસું આગામી બે દિવસમાં સમગ્ર મહારાષ્ટ્ર અને ગોવામાં ફેલાઈ જશે હવામાન એજન્સીઓનું માનો તો ૬થી ૧૦ જૂન વચ્ચે પશ્ચિમ ઘાટ, કોકણ,ગોવા અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી છે.