મુકેશ અંબાણી બદ્રીનાથ-કેદારનાથ ધામના દર્શને

Friday 21st October 2022 05:04 EDT
 
 

અમદાવાદઃ દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં 13 ઓક્ટોબરે દર્શન અને પૂજાપાઠ કર્યા હતા. બદ્રી-કેદાર મંદિર સમિતિને તેમણે પાંચ કરોડ રૂપિયાનું દાન પણ કર્યું હતું. બદ્રીવિશાલના દર્શન દરમિયાન તેમણે ગીતાપાઠ પૂજામાં ભાગ લીધો હતો.
બદ્રીનાથ મંદિરમાં પૂજાપાઠ બાદ મુકેશ અંબાણી ત્યાં તેમના ગેસ્ટ હાઉસ કોકિલા નિવાસમાં થોડોક સમય વિતાવ્યા બાદ બાબા કેદારનાથના દર્શને ગયા હતા. મુકેશ અંબાણી સહિતનો સમગ્ર પરિવાર ભગવાન બદ્રીવિશાલમાં ભારે આસ્થા ધરાવે છે અને દર વર્ષે તેઓ બદ્રીવિશાલના દર્શને જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter