મુખ્ય પ્રધાન કમલ નાથના ભાણિયા રતુલ પુરીનો ૩૦૦ કરોડનો બંગલો, ૨૮૪ કરોડ જપ્ત

Wednesday 14th August 2019 09:34 EDT
 
 

નવી દિલ્હીઃ  આઇટી વિભાગે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલ નાથના ભાણિયા રતુલ પુરી અને તેમના પિતા વિરુદ્ધ બેનામી કાયદા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરતાં ૩૦૦ કરોડ રૂપિયાનો બંગલો અને લગભગ ૨૮૪ કરોડ રૂપિયાના ફંડ જપ્ત કર્યા હતા. આઇટી વિભાગે અબ્દુલ કલામ રોડ સ્થિત રામા એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના નામે રજિસ્ટર્ડ સ્થાવર સંપત્તિ સહિત બેનામી સંપત્તિ લેવડ-દેવડ કાયદા હેઠળ વ્યવસાયિકો રતુલ પુરી અને દીપક પુરીની સંપત્તિઓ જપ્ત કરી છે. ઉપરાંત આઇટી વિભાગે રતુલ પુરી અને દીપક પુરીના લગભગ ૨૮૪ કરોડની એફડીઆઇ રોકાણ જપ્ત કર્યા છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter