ગોપેશ્વરઃ સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવની નાની પુત્રવધૂએ બદ્રીનાથ મંદિરને પાળેલી ગાયોની ભેટ આપવાની ઓફર કરી હતી અને મંદિર સત્તાવાળાઓને તેના દૂધનો ઉપયોગ ભગવાન વિષ્ણુના અભિષેક માટે કરવા કહ્યું હતું. દુર્લભ જાતિની આ ગાયો માત્ર લેહ-લદ્દાખમાં ક્ષેત્રમાં જ જોવા મળે છે, એમ મંદિરના વડા અધિકારી બી. ડી. સિંહે કહ્યું હતું. મંદિર ખાતેના રેકોર્ડ પ્રમાણે ભગવાન વિષ્ણુનો અભિષેક માત્ર ચાનવર ગાયના દૂધથી જ કરાય છે. આ ગાયોને રાખવા માટે એક ખાસ ગમાણ બનાવાઈ છે, એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે શરૂઆતમાં તેઓ અમને ત્રણ ગાયો આપશે.