મુસ્લિમ સમુદાય જ્ઞાનવાપી, શાહી ઈદગાહ પણ હિન્દુઓને સોંપેઃ કે.કે. મોહમ્મદ

Sunday 28th January 2024 09:10 EST
 
 

નવી દિલ્હીઃ અયોધ્યામાં વિવાદિત સ્થળના પ્રથમ અને બીજા ખોદકામ દરમિયાન આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ)ના અધિકારી રહેલા કે.કે. મોહમ્મદનું કહેવું છે કે મુસલમાનોએ જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઈદગાહ હિન્દુઓને સોંપી દેવા જોઈએ.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના નોર્થ રિજનલ ડાયરેક્ટર રહેલા કે.કે. મોહમ્મદે કહ્યું કે, આ સ્થળોને હિન્દુઓને સોંપી દેવાં તે જ વિવાદનું એકમાત્ર સમાધાન છે. આ માટે બધા ધર્મગુરુઓને એકત્રિત થવું જોઈએ. તેમણે કહ્યું કે, ભગવાન રામ, શિવ અને શ્રીકૃષ્ણની સાથે હિન્દુઓની ભાવના સંકળાયેલી છે. બીજી તરફ મુસલમાનોની કશી ભાવના આ સ્થળો સાથે નથી જોડાયેલી. મુસ્લિમોની ભાવના મક્કા-મદીના સાથે જોડાયેલી છે. અયોધ્યામાં પહેલી વાર જ્યારે ખોદકામ થયું ત્યારે ત્યાંથી 12 સ્તંભ મળ્યા હતા. તેમાંના ઘણા સ્તંભ પર હિન્દુ નિશાન હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter