મેઘાલયની ખાણમાં ૩૭૦ ફૂટ નીચે ફસાયેલા મજૂરોને કાઢવામાં સંકટ

Thursday 03rd January 2019 07:55 EST
 

શિલોંગઃ મેઘાલયની એક ખાણમાં ૩૭૦ ફૂટ નીચે ૧૫ જેટલા મજૂરો આશરે ડિસેમ્બરના બીજા સપ્તાહથી ફસાયેલા છે. ભારે વરસાદને કારણે પાસેની નદીનું પાણી ખીણમાં આવી જતા બહાર નીકળવાના રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. અહીં રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે. જોકે આ દરમિયાન મંગળવારે જ્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે કેટલીક ટેકનિકલ ખામી સર્જાઇ હતી. એનડીઆરએફના અધિકારી સંતોષ કુમારસિંહે કહ્યું હતું કે આ ખાણમાં ૧૦૦ ફૂટ સુધી પાણી ભરાઇ ગયું હતું. ફસાયેલા ૧૫ જેટલા મજૂરોને કાઢવા માટે અનેક પમ્પ લગાવવામાં આવ્યા છે. જેનાથી પાણીને ખેંચીને બહાર કાઢવામાં આવી રહ્યું હતું. નેવીની પણ મદદ લેવાઈ છે. નેવીના તરવૈયાઓએ આશરે ૭૨ ફૂટ સુધી ડૂબકી લગાવી મજૂરોને શોધવાનો પ્રયાસ કર્યો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter