નવી દિલ્હી: ઇન્ડિયન એરફોર્સમાં ફરજ બજાવતા વિંગ કમાન્ડર ડી.વત્સ ૧૫ ફેબ્રુઆરીએ આસામના મજૌલીમાં માઇક્રોલાઇટ હેલિકોપ્ટર ક્રેશ થતાં ગુજરી ગયા હતા. પતિના મોતના સમાચાર સાંભળીને તેમનાં પત્ની મેજર કુમુદ દુ:ખી થઇ ગયાં હતાં, પરંતુ તેમણે પતિને છાજે તેવી અંતિમ વિદાય આપવાનું નક્કી કર્યું અને ૧૬મી ફેબ્રુઆરીએ સેનાના યુનિફોર્મમાં સજ્જ મેજર કુમુદે પોતાની પાંચ દિવસની પુત્રીને હાથમાં રાખીને પતિને અંતિમ વિદાય આપી હતી. બાળકીને હાથમાં લઈને તેણે પતિની અંતિમ યાત્રાની કૂચની આગેવાની લીધી હતી.


