મેના મધ્યમાં દેશમાં ૨૮થી ૪૯ લાખ એક્ટિવ હશે

Sunday 02nd May 2021 06:39 EDT
 

નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલા કોરોનાના સંક્રમણના કેસ બાદ જાણકારો દ્વારા વધુ એક ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. આઈઆઈટી કાનપુરના મનિન્દ્ર અગ્રવાલ અને તેની ટીમ દ્વારા તાજેતરમાં મેથેમેટિકલ મોડ્યુલના આધારે એવી ચેતવણી આપવામાં આવી છે કે, મે મહિનાની મધ્ય મુધીમાં ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ૩૮થી ૪૮ લાખ સુધી પહોંચી જશે.
આ ટીમે એમ પણ જણાવ્યું હતું કે, જે ગતિએ દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતાં લાગી રહ્યું છે કે આગામી દસ દિવસમાં દેશમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા ૪.૪ લાખને વટાવી જશે. અગ્રવાલે જણાવ્યું હતું કે કોરોનાના સુપર મોલના અભ્યાસના આધારે પોતાના તારણોમાં સુધારો કરવો પડ્યો છે.
તેમણે કહ્યું કે, નવા અંદાજ પ્રમામે દેસમાં ૪થી ૮ મે દરમિયાન રોજિંદા કેસ મામલે પીક જોવા મળશે. તે ઉપરાંત એક્ટિવ કેસ મામલે ૧૪થી ૧૮ મે દરમિયાન પીક જોવા મળશે. આ દરમિયાન દૈનિક કેસ ૪.૫ લાખથી વધુ અને એક્ટિવ કેસ ૩૮થી ૪૮ લાખ સુધી પહોંચી જવાની શક્યતા છે.
પ્લાન બી તૈયાર કરો
નીતિ પંચના સભ્ય વી. કે. પોલના નેતૃત્વમાં બનેલી સમિતિએ જણાવ્યું છે દેશમાં દૈનિક ૬ લાખ દર્દી માટે ઓક્સિજનના પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવે. બરોબર ૧૦ મહિના પહેલાં આ પેનલે જ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સહિતના અધિકારીઓને રોજના ૩ લાખ દર્દીની સંભાવનાને ધ્યાને રાખીને ઓક્સિજનના પુરવઠાની વ્યવસ્તા કરવા જણાવ્યું હતું
ડો. પોલના નેતૃત્વ હેઠળના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ કોવિડ મેનેજમેન્ટ પ્લાન બાદ આ પેનલે પ્લાન બી હેઠળ હવે ઓક્સિજનની વ્યવસ્થા વધારવા અસાધારણ ઉપાયો કરવાની ભલામણ કરી છે. દેશના નિષ્ણાતો દ્વારા થઈ રહેલી આગાહી મુજબ મે મહિનાના મધ્યના મધ્યભાગ સુધી કેસોની સંખ્યા ચરમસીમાએ પહોંચે તેવી સંભાવના છે. તે તબક્કે રોજ કોરોના સંક્મણના પાં લાખ નવા કેસ નોંધાઈ શકે છે. જુન જુલાઈ સુધી કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાતું રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter