મોદી 3.0ની તૈયારીઃ મંત્રાલયોની સંખ્યા ઘટશે, વૃદ્ધોના પેન્શનમાં વધારો થશે

મહાસંગ્રામ-2024

Saturday 13th April 2024 05:04 EDT
 
 

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) લોકસભા ચૂંટણીમાં પોતાના શાનદાર વિજય માટે એકદમ આશ્વસ્ત જણાઈ રહી છે. ભગવા પાટીને પૂર્ણ વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનશે. સરકારી અધિકારીઓ પણ વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ માટે આશ્વસ્ત જણાઈ રહ્યા છે. દેશના ટોચના અધિકારીઓ નવી સરકારની કાર્ય યોજના ઘડવામાં લાગી ગયા છે.
વડાપ્રધાન મોદી જો ત્રીજી વાર દેશનું સુકાન સંભાળશે તો આ વાતની પૂરી સંભાવના છે કે મંત્રાલયોની સંખ્યામાં ઘટાડો થઇ શકે છે. વર્તમાનમાં કુલ 54 મંત્રાલય છે. બીજી તરફ, આગામી છ વર્ષમાં વિદેશોમાં ભારતીય મિશનોની સંખ્યામાં 20 ટકા વધારો કરવામાં આવે તેવી સંભાવના છે. પાયાની માળખાકીય સુવિધાઓમાં વધારે ખાનગી રોકાણની સાથે-સાથે પ્રાથમિકતા ધરાવતા પ્રોજેકટ્સ માટે જમીન સંપાદનને સરળ બનાવવા માટે તંત્ર વિકસિત કરવા પર ભાર અપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter