નવીદિલ્હીઃ ભારતની સશસ્ત્ર સેનાઓના વીર જવાનોની યાદમાં એક યુદ્ધ સ્મારક બનાવવાના પ્રયાસો દશકા સુધી થયા હતા. અંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૪માં સ્મારક બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જે સોમવારે સંપૂર્ણ થતાં વડા પ્રધાન મોદીએ તેનું લોકાર્પણ કર્યું હતું. આ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક સ્વતંત્રતા બાદ શહીદ થયેલા જવાનોની સ્મૃતિમાં તૈયાર થયેલા આ સ્મારક પાછળ કુલ રૂ. ૧૭૬ કરોડનો ખર્ચ થયો છે. આઝાદી બાદ શહીદ થયેલા ૨૫,૯૪૨ ભારતીય જવાનોન નામ પથ્થરો પર કોતરાયા છે. ઈન્ડિયા ગેટ પાસે આવેલું આ મેમોરિયલ ૪૦ એકરમાં ફેલાયેલું છે. વોર મેમોરિયલનો રાત્રીનો નજારો પણ ખૂબ જ મનમોહક હોય છે. આ પ્રસંગે સેનાના નિવૃત્તિ અધિકારીઓ તથા જવાનો ઉપસ્થિત રહ્યા હતા.


