મોદી - રાહુલે હાથ પણ ન મિલાવ્યા

Friday 14th December 2018 05:53 EST
 
 

નવી દિલ્હીઃ ત્રણ રાજ્યોની ચૂંટણીમાં ભાજપની હાર પછી ૧૩મીએ પહેલીવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સંસદ પરિસરમાં સંસદ પરના આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આમને સામને આવ્યા હતા, પણ તેમની વચ્ચે વાતચીત તો ઠીક, એકબીજા સામે જોવાનું પણ બન્યું નહોતું. આ દરમિયાન મોદી પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંઘ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. જોકે, કેન્દ્રીય પ્રધાન વિજય ગોયલ અને રામદાસ આઠવલેએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે હાથ મિલાવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી, ઉત્તર પ્રદેશના ચેરપર્સન સોનિયા ગાંધી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જેથી ચર્ચા છે કે મોદી - રાહુલે હાથ પણ ન મિલાવ્યા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter