ઉદેપુરઃ નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ઉદેપુરની રેલીમાં જતી વેળાએ રસ્તામાં તેમના હેલિકોપ્ટરમાંથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો એક વીડિયો બનાવ્યો હતો. વીડિયો ટ્વિટર પર સેર કરીને મોદીએ લખ્યું કે, રાજસ્થાન જતી વખતે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના દર્શન કરવા બદલ ગૌરવની લાગણી અનુભવું છું.
મોદીએ હેલિકોપ્ટરમાંથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો લગભગ ૧૩ સેકન્ડનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોને જબરો પ્રતિસાદ સાંપડ્યો હતો. સરદારની પ્રતિમાના એરિયલ વ્યૂને લોકોએ ખૂબ વખાણ્યો હતો.
લોકોએ તેના પર અનેક પ્રકારની પ્રશંસાજનક કોમેન્ટ કરી હતી. એક વ્યક્તિએ ટ્વિટર પર લખ્યું કે સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું તો મોદીએ શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે. બીજા એક કોમેન્ટ કરતા લખ્યું કે સરદાર પટેલ અમર રહો.