નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિની ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે, આ સરકાર એક વ્યક્તિની સરકાર છે અને કેટલાક ગણતરીના લોકો માટે છે. પ્રધાનોનું કોઈ મહત્ત્વ નથી. એટલું જ નહીં અમલદારો પણ વિકલાંગતા અનુભવી રહ્યા છે, કારણ કે મહત્ત્વપૂર્ણ ફાઇલો પીએમઓમાં પડેલી છે. સોનિયાએ દેશના રાજકારણ સાથે જોડાયેલા મુદ્દા વિદેશોમાં ઉઠાવવા બદલ પણ વડા પ્રધાન મોદીને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે સરકારે એક વર્ષના કાર્યકાળમાં કોઈ ઉલ્લેખનીય કામ નથી કર્યું. મોદી સરકાર સંસદમાં અક્કડ અને અહંકારી વલણ અપનાવે છે. સંસદમાં ૫૧ બિલોમાંથી ૪૩ને સંસદની સ્થાયી સમિતિને મોકલાયાં નથી.