વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઇન્સ્ટાગ્રામ પર હૃદયસ્પર્શી વીડિયો શેર કર્યો, જેમાં તેઓ તેમના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગના ગાર્ડનમાં મોર્નિંગ વોક કરતા નજરે પડે છે અને આસપાસ રાષ્ટ્રીય પક્ષી મોર ટહુકા કરી રહ્યો છે. કેટલાક દૃશ્યોમાં તે કળા કરતો તો કેટલાકમાં તે મોદીના હાથમાંથી દાણા ચણતો દેખાય છે. (આ વીડિયો નિહાળવા સર્ચ કરોઃ bit.ly/2EgEdCA) મોદીએ આ પળોને ‘અમૂલ્ય’ ગણાવી છે. તેમણે આ પૂર્વે જૂન ૨૦૧૮માં યોગાસનનો વીડિયો જ્યારે મે ૨૦૧૬માં માતા હીરાબા સાથે ટહેલતી વખતનો ફોટો શેર કર્યો હતો. જોકે આ વખતે વડા પ્રધાને વીડિયો સાથે મોર અને મૌનનું મહત્ત્વ વર્ણવતી સ્વરચિત કવિતા પણ રજૂ કરી છે...
ભોર ભયો, બિન શોર,
મન મોર, ભયો વિભોર,
રગ-રગ હૈ રંગા,
નીલા ભૂરા શ્યામ સુહાના,
મનમોહક, મોર નિરાલા.
રંગ હૈ, પર રાગ નહીં,
વિરાગ કા વિશ્વાસ યહી,
ન ચાહ, ન વાહ, ન આહ,
ગૂંજે ઘર-ઘર આજ ભી ગાન,
જિયે તો મુરલી કે સાથ
જાયે તો મુરલીધર કે તાજ.
જીવાત્મા હી શિવાત્મા,
અંતરમન કી અનંત ધારા
મન મંદિર મેં ઉજિયારા સારા,
બિન વાદ-વિવાદ, સંવાદ
બિન સુર-સ્વર, સંદેશ
મોર ચહકતા, મૌન મહકતા.