મૌની માતાને આમંત્રણઃ ઝારખંડનાં મહિલા 30 વર્ષથી મૌન છે

Sunday 21st January 2024 04:40 EST
 
 

ધનબાદ: ઝારખંડની 85 વર્ષનાં એક વૃદ્ધ મહિલા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટનનું સપનું સાકાર થયાં બાદ પાછલા ત્રણ દાયકાથી ચાલી રહેલાં પોતાના મૌન વ્રતનો અંત આણશે. તેના પરિવારે દાવો કર્યો છે કે 1992માં જે દિવસે વિવાદિત ઢાંચાને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યો હતો તે જ દિવસે સરસ્વતી દેવી નામનાં આ મહિલાએ પ્રતિજ્ઞા કરી હતી કે તે હવે ત્યારે જ બોલશે કે જ્યારે રામમંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મંદિરના ઉદ્ઘાટન સમારોહને નજરે જોવા માટે ધનબાદ નિવાસી સરસ્વતી દેવી સોમવારે રાત્રે ટ્રેનથી અયોધ્યા માટે રવાના થયાં હતાં. સરસ્વતી દેવીને અયોધ્યામાં ‘મૌની માતા’ના નામથી ઓળખવામાં આવે છે. આ મહિલા પાછલા 30 વર્ષતી પરિવારના સભ્યો સાથે પણ સાંકેતિક ભાષામાં વાત કરે છે. તે લોકો સાથે લખીને વાત કરે છે.  સરસ્વતી દેવીનો પરિવાર કહે છે કે 1992માં વિવાદિત ઢાંચાના ધ્વસ્ત થયાં બાદ સરસ્વતી દેવીએ અયોધ્યાની મુલાકાત લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter