મૌલાના સાદ વિરુદ્ધ સકંજો કસાયો, પુત્રનો પાસપોર્ટ સીઝ કરી દેવાયો

Wednesday 27th May 2020 07:18 EDT
 
 

નવી દિલ્હીઃ તબલીગી જમાતના મૌલાના સાદ વિરુદ્ધ સકંજો કસાઈ રહ્યો છે. હવે મૌલાના સાદના પુત્ર મોહમ્મદ સઈદનો પાસપોર્ટ સીઝ કરી દેવામાં આવ્યો છે. આ પહેલા ક્રાઈમ બ્રાંચે મૌલાના સાદના નજીકના પાંચ વ્યક્તિઓના પાસપોર્ટ પણ જપ્ત કર્યા હતા. એવી શક્યતાઓ છે કે આ પાંચેય મકરઝ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે.
ક્રાઈમ બ્રાંચે તેમના પાસપોર્ટની સાથે અન્ય કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. ક્રાઈમ બ્રાંચની આ કાર્યવાહી બાદ જેના પણ પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા તેઓમાંથી કોઈ પણ તપાસ પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી દેશ છોડીને ક્યાંય પણ નહીં જઈ શકે.
મૌલાના સાદ આ સમગ્ર કાર્યક્રના કર્તાધર્તા રહ્યા છે. તેઓની દેખરેખ હેઠળ જ કાર્યક્રમ યોજાયો તેથી સમગ્ર મામલે તેઓને મુખ્ય આરોપી બનાવાયા તેવી શક્યતાઓ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter