યસ બેન્કના રાણા કપૂરની પત્ની અને પુત્રીઓની ધરપકડ

Thursday 23rd September 2021 10:05 EDT
 
 

મુંબઇઃ મહાનગરની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરની પત્ની બિંદુ અને બંને પુત્રીઓ - રાધા તથા રોશનીને શનિવારે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોકલી આપ્યા છે.  કોર્ટનું સમન્સ જારી થયા બાદ ત્રણેય કેસની સુનાવણી માટે હાજર થયા હતા. આ દરમિયાન તેમની ધરપકડ કરાઇ હતી અને તેમને ૧૪ દિવસ માટે જેલહવાલે કરાયા હતા. ઉલ્લેખનીય છે કે યસ બેન્ક - ડીએચએફએલ આર્થિક ગેરરીતિ મામલે રાણા કપૂર અને તેમનો પરિવાર કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. કોર્ટે ત્રણેયને જામીન પણ નકાર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter