યાસીન મલિક ટેરર ફંડિંગ કેસમાં દોષી એનઆઈએ કોર્ટ 25મીએ સજા સંભળાવશે

Tuesday 24th May 2022 06:16 EDT
 
 

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરનો અલગતાવાદી નેતા યાસીન મલિક વિવિધ દેશદ્રોહી પ્રવૃત્તિમાં દોષી ઠર્યો છે. કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ કરવા ઉપરાંત દેશની શાંતિને જોખમમાં મૂકનારા વિવિધ ષડયંત્રો ઘડનારા અલગતાવાદી યાસીન મલિક સામે વિવિધ કલમો હેઠળ કેસ ચાલે છે. જેમાં આતંકવાદ, ટેરર ફંડ, આતંકવાદી કૃત્યનું ષડયંત્ર, આતંકવાદી પ્રતિબંધિત સંગઠનના સભ્ય હોવા અને તે સિવાયના ગુનાઈત કૃત્યો કરવાનો આરોપ હતો. એમાં દિલ્હીની એનઆઈએ કોર્ટે યાસીન મલિકને ગુનેગાર ઠેરવ્યો છે. તેને કેટલી સજા થશે તે બાબતે કોર્ટમાં 25મી મેના રોજ સુનાવણી થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter