યાહૂ સર્ચમાં પીએમ મોદી નંબર વનઃ મમતાદીદી બીજા ક્રમે

Thursday 16th December 2021 07:39 EST
 
 

નવી દિલ્હીઃ યાહૂએ ૨૦૨૧નો યર ઈન રિવ્યૂ આપ્યો છે, એમાં ભારતીય યુઝર્સે સૌથી વધુ શું સર્ચ કર્યું એનો રિપોર્ટ અપાયો છે. જે અનુસાર નરેન્દ્ર મોદી સૌથી વધુ સર્ચ થનારા વ્યક્તિ હતા. એ પછી બીજા નંબરે વિરાટ કોહલી અને ત્રીજા નંબરે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રદાન મમતાદીદી રહ્યાં હતા. સિદ્ધાર્થ શુક્લા અને રાહુલ ગાંધી અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે રહ્યા છે.
યાહૂના રિપોર્ટમાં કહેવાયું છે કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત્ રહી છે. યુઝર્સે વર્ષભર નરેન્દ્ર મોદીનું નામ યાહૂમાં સર્ચ કર્યું હતું. એ પછી બીજા ક્રમે વિરાટ કોહલી સર્ચ થયા હતા. મમતા દીદીની લોકપ્રિયતા વધી છે. રાહુલ ગાંધીને બદલે મમતાદીદી સૌથી વધુ સર્ચ થનારા બીજા નંબરના રાજકારણી હતાં. તેઓ ઓવરઓલ ત્રીજા નંબરે રહ્યા હતા. સ્વર્ગસ્થ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા ચોથા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાચમાં ક્રમે હતા.
૨૦૨૧માં ન્યૂઝ મેકર કેટેગરીમાં ખેડૂતો છવાયેલા રહ્યા હતા. ખેડૂત આંદોલન વર્ષભર પ્રથમ નંબરે રહ્યું હતું. શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન નશીલા પદાર્થના મુદ્દે પકડાયો હતો. એ ઘટના પછી આર્યન ખાન ન્યૂઝમાં સૌથી વધુ સર્ચ થયો હતો. રાજ કુન્દ્રાના સમાચાર ત્રીજા ક્રમે સૌથી વધુ સર્ચ થનારા સમાચાર હતા. કેન્દ્રીય બજેટ અને બ્લેક ફંગસ ટોપ-પમાં હતા.
સૌથી વધુ સર્ચ થનારા સેલિબ્રિટીઝમાં સ્વર્ગસ્થ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા પ્રથમ, સલમાન ખાન બીજા અલ્લુ અર્જુન ત્રીજા, સ્વ. પુનિત રાજકુમાર ચોથા અને સ્વ દિલીપ કુમાર પાચમાં ક્રમે હતા.
એવી જ રીતે સૌથી વધુ સર્ચ થનારી મહિલા સેલિબ્રિટીઝમાં કરિના કપૂર પ્રથમ, કેટરિના કેફ બીજા, પ્રિયંકા ચોપરા ત્રીજા ક્રમે રહી હતી. આલિયા ભટ્ટ અને દીપિકા પદૂકોણે ટોપ-૫માં જગ્યા બનાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter