લંડનઃ યુકે ખાતેની ભારતીય વિદ્યાર્થીઓની સંસ્થા નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલુમ્ની યુનિયન (NISAU) ના ચેરમેન સનમ અરોરાએ જણાવ્યું હતું કે સૌ પહેલા તો વિદ્યાર્થીઓના ઓવરસ્ટે વિશેની ખોટી માન્યતા એક વખત કાયમ માટે દૂર કરવાની જરૂર છે.ગયા વર્ષે ૯૭ ટકા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો થયા બાદ યુકે છોડી ગયા હોવાને સમર્થન છે. તો ઓવરસ્ટે કરતા વિદ્યાર્થી ક્યાં છે ? આંતરરાષ્ટ્રીય ભારતીય વિદ્યાર્થી માઈગ્રન્ટ નથી. તેથી જ આખો દેશ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને યુકેના નેટ માઈગ્રેશન ટાર્ગેટમાંથી બાકાત રાખવા માટે સંગઠિત છે. થોડા લોકો દ્વારા સ્ટુડન્ટ વિઝાનો દુરુપયોગ થાય છે તેને અમે વખોડી નાખીએ છીએ.
અરોરાએ ઉમેર્યું હતું, ‘ ભારતનો સવાલ છે ત્યાં સુધી વિદેશ મંત્રાલયને યુકેની ફોરેન ઓફિસ સાથે મળીને પડતર તમામ પ્રશ્રોનો તાકીદે નિકાલ લાવવા અમે વિનંતી કરીએ છીએ.’