નવી દિલ્હીઃ નૌકાદળના વિમાનવાહક જહાજ આઇએનએસ વિરાટને ભાંગી નાંખવાની પ્રક્રિયા પર સર્વોચ્ચ અદાલતે રોક લગાવી છે. એન્વીટેક મરિન કન્સલ્ટન્ટ્સ પ્રા.લિ.ની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય અને ગુજરાતના અલંગ સ્થિત શ્રી રામ શિપ બ્રેકર્સ કંપનીને નોટિસ પાઠવીને આ રોક લગાવી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે આઇએનએસ વિરાટને મ્યુઝિયમમાં તબદીલ કરવા માટે મંજૂરી માગતી એન્વીટેક મરીન કન્સલ્ટન્ટ્સ પ્રા.લિ.ની અરજી નકારી કાઢયા પછી કંપનીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ચીફ જસ્ટિસના નેતૃત્વ હેઠળની બેન્ચ એન્વીટેક મરીન કન્સલ્ટન્ટ્સ પ્રા.લિ. કેટલી કિંમતમાં વિરાટની ખરીદી કરી શકે છે તે ચકાસવા સહમત થઈ હતી. આ પછી કોર્ટે પહેલી ફેબ્રુઆરીએ સ્ટે ફરમાવ્યો હતો.

