યુપીએ શાસનમાં સંખ્યાબંધ સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી: મનમોહન

Friday 03rd May 2019 07:53 EDT
 

નવી દિલ્હીઃ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે બીજીએ એક અખબારી મુલાકાતમાં ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારના શાસનમાં પણ ભારતીય સશસ્ત્રદળોને છૂટો દોર આપવામાં આવ્યો હતો. સેનાના ઓપરેશનોનો ઉપયોગ કરી રાજકીય લાભ લેવાના ભાજપના પ્રયાસો અસ્વીકાર્ય અને શરમજનક છે. બીજી તરફ કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે, યુપીએના સમયગાળામાં છ સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ હતી.

મનમોહન સિંહે જણાવ્યું હતું કે, મારા વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં પણ સેના દ્વારા સંખ્યાબંધ સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ હતી. સેનાના ઓપરેશનો વ્યૂહાત્મક પ્રભુત્વ માટે અને ભારત વિરોધી પરિબળોને જડબાતોડ જવાબ આપવા માટે હોય છે. સેનાના ઓપરેશન મત મેળવવાની કવાયતો હોતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter