નવી દિલ્હી: દિલ્હી પોલીસે કાકરડૂમાં કોર્ટમાં દિલ્હી રમખાણ કેસમાં દાખલ કરેલી પૂરક ચાર્જશીટમાં સીપીએમના મહાસચિવ સીતારામ યેચૂરી, સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવ, અર્થશાસ્ત્રી જયતિ ઘોષ, દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અને એક્સિટિસ્ટ અપૂર્વાનંદ અને ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર રાહુલ રોય સામે દિલ્હીમાં રમખાણો ભડકાવવાનો આરોપ મૂક્યો છે. દિલ્હીમાં યોજાયેલા સીએનએનઆરસી વિરોધી દેખાવો સરકારની છબિ ખરડવા માટે હતા તેવો દાવો કરતાં દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાકરડૂમાં કોર્ટમાં પૂરક ચાર્જશીટ રજૂ કરાઈ હતી. ચાર્જશીટમાં આરોપ મુકાયો છે કે નરવાલ અને કલિતાના નિવેદન બતાવે છે કે તેમને દિલ્હીના વિવિધ વિસ્તારોમાં સીએએ એનઆરસી વિરોધી દેખાવોનું આયોજન કરવા જયતિ ઘોષ અપૂર્વાનંદ અને રાહુલ રોય દ્વારા સૂચનાઓ અપાતી હતી. ગુલફિશાના અનુસાર યેચૂરી અને યાદવે ટોળાંની ઉશ્કેરવા સીએએ વિરોધી દેખાવોમાં ભાગ લીધો હતો.