નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી આ મુદ્દે સતત નવા વળાંકો આવી રહ્યાં છે. બી. એસ. યેદુરપ્પાએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા એ પછી તરત કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં લડત આપવાની તૈયારી શરૂ કરી છે. યેદુરપ્પા બહુમતી પુરવાર કરે ત્યાં સુધી તેમને કેરટેકર એટલે કે ક્ષેત્રરક્ષક રખેવાળ મુખ્ય પ્રધાન જાહેર કરવા કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
કર્ણાટકમાં રાજનીતિક વિવાદ પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી. ભાજપ અને કોંગ્રેસની તમામ દલીલો સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે યેદુરપ્પાને ૧૯મી મેએ સાંજે ચાર વાગ્યે બહુમત સાબિત કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી લખ્યું કે, કર્ણાટકના રાજ્યપાલ ગેરબંધારણીય કામ કરી રહ્યા છે તેવા અમારા મતને સુપ્રીમ કોર્ટના આદેશે સાચો સાબિત કર્યો છે.
રાહુલે કહ્યું કે, ભાજપ પાસે સ્પષ્ટ વિઝન ન હોવા છથાં સરકાર બનાવવાનો પ્રયાસો કરી રહી છે. હવે ભાજપ પૈસા અને પાવરનો ઉપયોગ કરે છે અને સરકાર રચવાનો પ્રયાસ કરશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, બહુમત દરમિયાન ડીજીપી તમામ ધારાસભ્યોને સુરક્ષા આપશે. બહુમત સાબિત કરતા અગાઉ યેદુરપ્પા કોઇ નીતિગત નિર્ણય લેશે નહીં. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે કોઇ એગ્લો ઇન્ડિયનને સભ્યપદ આપવા પર રોક લગાવી હતી.
કોંગ્રેસની અરજી
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી આ મુદ્દે સતત નવા વળાંકો આવી રહ્યાં છે. બી. એસ. યેદુરપ્પાએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા એ પછી તરત કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં લડત આપવાની તૈયારી શરૂ કરી હતી. યેદુરપ્પા બહુમતી પુરવાર કરે ત્યાં સુધી તેમને કેરટેકર એટલે કે ક્ષેત્રરક્ષક રખેવાળ મુખ્ય પ્રધાન જાહેર કરવા કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
નવા મુખ્ય પ્રધાને શપથ લીધા બાદ તરત ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરતાં કોંગ્રેસ ચેતી ગઈ હતી. કોંગ્રેસના કાનૂની સલાહકાર અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે આ નિર્ણય સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ છે.
વાળાનો નિર્ણય ફોક
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે ૧૫ દિવસનો સમય આપ્યો હતો તે પણ કાનૂની ચકાસણીમાંથી પસાર થાય તેવી માગ કોંગ્રેસ દ્વારા કરાઈ હતી. વળી, ભાજપે જ ઓછા સમયની માગણી કરી હતી. નવા મુખ્ય પ્રધાને શપથવિધિ પછી સંકેત આપ્યા હતા કે બહુમતી સાબિત કરવામાં તેમને વધુ સમય નહીં લાગે.