યોગી આદિત્યનાથના હસ્તક નાણા સહિત ૩૭ ખાતાં

Thursday 23rd March 2017 12:30 EDT
 
 

લખનઉ: ઉત્તર પ્રદેશના નવા મુખ્ય પ્રધાન યોગી આદિત્ય નાથે ૨૨મી માર્ચે પ્રધાનોની ખાતાંની ફાળવણી કરી હતી. દિલ્હીમાં મોવડીમંડળ સાથે ચર્ચા કર્યા પછી પ્રધાનોને ખાતાં સોંપાયા છે. યોગીએ આ અંગે તૈયાર કરેલી સૂચિ રાજ્યપાલને મોકલી છે. ગૃહ અને રાજસ્વ જેવા મુખ્ય વિભાગો સહિત લગભગ ત્રણ ડઝન જેટલાં ખાતાં મુખ્ય પ્રધાને પોતાના હસ્તક રાખ્યા છે. કેશવપ્રસાદ મોર્યએ ગૃહ વિભાગનો પોર્ટફોલિયો લેવા માગણી કરી હતી પછી તે અંગેનો નિર્ણય ઉચ્ચ નેતાગીરી પર છોડવામાં આવ્યો હતો. યુપીમાં ઉપમુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યને PWDની જવાબદારી અપાઈ છે. બીજા નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્માને માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ પ્રધાન બનાવાયા છે. નાણાં વિભાગ રાજેશ અગ્રવાલને સોંપવામાં આવ્યો છે.

યોગીએ ગૃહ, આવાસ અને શહેરી નિયોજન, રાજસ્વ, ખાદ્ય, નાગરિક આપૂર્તિ, ખાદ્ય સુરક્ષા અને ઔષધિ પ્રશાસન, અર્થ અને સંખ્યા, ભૂતત્વ તેમજ ખનિકર્મ, પૂર નિયંત્રણ, કર નિબંધન, જેલ, સામાન્ય પ્રશાસન, સચિવાલય પ્રશાસન, ગોપન, સતર્કતા, નિયુક્તિ, કાર્મિક, સૂચના, નિર્વાસન, સંસ્થાગત નાણા, નિયોજન, રાજ્ય સંપત્તિ, નગર ભૂમિ, ઉત્તર પ્રદેશ પુનર્ગઠન સમન્વય, પ્રશાસનિક સુધાર, કાર્યક્રમ કાર્યાન્વયન, રાષ્ટ્રીય એકીકરણ. ઉપરાંત વ્યવસ્થાપના, સમન્વય, ભાષા, બાહ્ય સહાય પરિયોજના, અભાવ, સહાયતા અને પુનર્વાસ, લોકસેવા પ્રબંધન, ભાડા નિયંત્રણ, ઉપભોક્તા સંરક્ષણ, બાટ માપ આદિ વિભાગ પોતાની પાસે રાખ્યા છે.

બે નાયબ મુખ્ય પ્રધાનનાં ખાતાં

ઉપમુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય – લોક નિર્માણ, ખાદ્ય પ્રસંસ્કરણ, મનોરંજન કર, સાર્વજનિક ઉદ્યમ વિભાગ

ઉપમુખ્ય પ્રધાન દિનેશ શર્મા – માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષા, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિકાસ, ઈલેક્ટોનિક્સ, સૂચના પ્રૌધોગિકી વિભાગ

અન્ય ખાતાં

સૂર્ય પ્રતાપ શાહી – કૃષિ, કૃષિ શિક્ષા અને કૃષિ અનુસંધાન, સુરેશ ખન્ના – સંસદીય કાર્ય, નગર વિકાસ અને શહેરી સમગ્ર વિકાસ, સ્વામી પ્રસાદ મૌર્ય – શ્રમ અને સેવા યોજના, નગરીય રોજગાર અને ગરીબી ઉન્મૂલન, સતીશ મહાના – ઔદ્યોગિક વિકાસ, રાજેશ અગ્રવાલ – વિત્ત વિભાગ, રીટા બહુગુણા જોશી – મહિલા કલ્યાણ, પરિવાર કલ્યાણ, માતૃ અને શિશુ કલ્યાણ, પર્યટન, દારાસિંહ ચૌહાણ – વન અને પર્યાવરણ, જંતું ઉદ્યાન, ઉદ્યાન, ધર્મપાલ સિંહ – સિંચાઈ, સિંચાઈ (યાંત્રિક), એસપીસિંહ બધેલ – પશુધન, લઘુ સિંચાઈ, મત્સ્ય, સત્યદેવ પચૌરી – ખાદી ગ્રામોદ્યોગ, રેશમ, વસ્ત્રોદ્યોગ, સૂક્ષ્મ લધુ તેમજ મધ્યમ ઉદ્યમ, નિર્યાત પ્રોત્સાહન, રમાપતિ શાસ્ત્રી – સમાજ કલ્યાણ, અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ, જયપ્રકાશ સિંહ – આબકારી મદ્યનિષેધ, બ્રજેશ પાઠક – વિધિ અને ન્યાય, વધારાના ઉર્જા સ્ત્રોત, રાજનૈતિક પેન્શન, ઓમ પ્રકાશ રાજભર – પછાત વર્ગ કલ્યાણ, વિક્લાંગ જન વિકાસ

લક્ષ્મી નારાયણ ચૌધરી – દુગ્ધ વિકાસ, ધર્મથ કાર્ય, સંસ્કૃતિ, અલ્પસંખ્યક કલ્યાણ, ચેતન ચૌહાણ – રમત અને યુવા કલ્યાણ, વ્યાવસાયિક શિક્ષણ, કુશળતા વિકાસ, શ્રીકાંત શર્મા – ઊર્જા, સિદ્ધાર્થ નાથ સિંહ - દવા અને આરોગ્ય, મુકુટ બિહારી વર્મા – સહકારિતા, આશુતોષ ટંડન – ટેકનિકલ શિક્ષણ અને તબીબી શિક્ષણ, નંદગોપાલ ગુપ્તા નંદી – સ્ટેમ્પ અને કોર્ટ ફી, નાગરિક ઉડ્ડયન નોંધણી

સ્વતંત્ર ચાર્જ સાથે રાજ્ય પ્રધાન

અનુપમા જયસ્વાલ – મૂળભૂત શિક્ષણ, બાળ વિકાસ અને પુષ્ટાહાર, રેવન્યુ (પ્રધાન), નાણા (રાજ્ય પ્રધાન), સુરેશ રાણા – શેરડી વિકાસ અને ખાંડ મિલો, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ (રાજ્ય પ્રધાન), ઉપેન્દ્ર તિવારી – પાણી પુરવઠા, જમીન વિકાસ અને જળ સંપત્તિ, ખરાબાની જમીનનો વિકાસ, પર્યાવરણ અને વન, જંતુ ઉદ્યાન, બગીચા, સહકારિતા (રાજ્ય પ્રધાન), મહેન્દ્ર સિંહ – ગ્રામીણ વિકાસ, સમગ્ર ગ્રામ્ય વિકાસ, તબીબી અને આરોગ્ય (રાજ્ય પ્રધાન), સ્વતંત્રદેવ સિંહ – પરિવહન, પ્રોટોકોલ, ઊર્જા (રાજ્ય પ્રધાન), ભૂપેન્દ્રસિંહ ચૌધરી – પંચાયતી રાજ, લોક નિર્માણ (એમઓએસ), ધરમ સિંહ સૈની – આયુષ, સહાય અને પુનર્વસવાટ અભાવ, સ્વાતિ સિંહ – એનઆરઆઈ, પૂર અંકુશ, કૃષિ નિકાસ, કૃષિ માર્કેટિંગ, કૃષિ વિદેશી વેપાર, મહિલા કલ્યાણ, કુટુંબ નિયોજન, માતૃત્વ અને બાળ કલ્યાણ (એમઓએસ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter