યોગી કેબિનેટઃ ૨૧૮ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના માટે મંજૂરી

Wednesday 11th December 2019 06:18 EST
 

લખનઉઃ ઉન્નાવ જિલ્લામાં ગેંગરેપ બાદ પીડિતાને જીવતી સળગાવી દેવાની ઘટના બાદ ઉત્તર પ્રદેશના જુદા જુદા હિસ્સામાં બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. જે બાદ રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની કેબિનેટે સોમવારે ૨૧૮ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાને મંજૂરી આપી દીધી હતી. ૨૧૮ ફાસ્ટ ટ્રેક કોર્ટમાંથી ૧૪૪ કોર્ટમાં માત્ર બળાત્કારના કેસોની જ સુનાવણી હાથ ધરાશે અને બાકીની ૭૪ કોર્ટમાં પોક્સોના કેસની સુનાવણી થશે. જેથી બળાત્કારના પેન્ડિંગ કેસનો ઝડપી નિકાલ આવશે અને દુષ્કર્મ કેસના દોષિતોને વહેલી તકે સજા મળશે. કાયદા પ્રધાને કેબિનેટની બેઠક બાદ જણાવ્યું કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહિલાઓ સાથેના ગુનાની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter