યોગીરાજમાં ભગવો લહેરાયોઃ નગરનિગમની ચૂંટણીઓમાં ભાજપનો વિજય, કોંગ્રેસનો સફાયો

Wednesday 06th December 2017 09:22 EST
 
 

લખનઉ: ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી નગર નિગમની ચૂંટણીઓમાં ભાજપે તમામ વિપક્ષનાં સૂપડાં સાફ કરી નાખતાં ૧૬માંથી ૧૪ મેયરલ સીટ પર વિજય મેળવી લીધો છે. ઉત્તર પ્રદેશમાં ૩.૩૬ કરોડ લોકોએ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. કુલ ૫૩ ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પહેલી પરીક્ષામાં પાસ થઈ ગયા છે.
ચૂંટણીમાં મથુરામાં એક દિલચસ્પ પરિણામ સામે આવ્યું છે. અહીંના વોર્ડ નંબર ૫૬માં વોટથી નહીં પરંતુ લકી ડ્રોથી ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે અને તેમાં ભાજપની જીત થઇ હતી.
મથુરાને આ વખતે નગર નિગમમાં સામેલ કરાઈ છે. પહેલાં અહીં પાલિકા ચૂંટણી થતી હતી. પહેલી વખત નગર નિગમનો દરજ્જો મળ્યા બાદ ભાજપ અહીંથી પોતાનું ખાતું ખોલવાના ઇરાદાથી ઉતરી હતી. યોગી સરકાર બાદ ભગવાન કૃષ્ણની નગરી મથુરાનું મહત્ત્વ વધી ગયું છે અને સરકારે આ વ્રજક્ષેત્ર માટે કેટલીક યોજનાઓની જાહેરાત પણ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter