યૌનશોષણ કેસમાં ચિફ જસ્ટિસને ક્લીન ચિટ

Tuesday 14th May 2019 15:21 EDT
 

નવી દિલ્હીઃ યૌનશોષણના આરોપમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈને ઇન હાઉસ તપાસ સમિતિએ ક્લીન ચિટ આપતા સાતમીએ તેનાં વિરોધમાં સુપ્રીમ કોર્ટ પરિસરની બહાર પીડિતા મહિલા, મહિલા વકીલો તેમજ એનજીઓના કેટલાક કાર્યકરોએ પોસ્ટરો અને બેનર્સ સાથે વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં. પોલીસે સ્થિતિ વણસે નહીં તે માટે કોર્ટ પરિસરની આસપાસના વિસ્તારમાં ૧૪૪મી કલમ લાગુ કરી હતી અને ૫૫ દેખાવકારોને અટકમાં લીધા હતા જેમાં ૫૨ મહિલાઓ અને ૩ પુરુષો હતા. જો કે સમય વીત્યા પછી તેમને છોડી મૂકાયા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter